નટખટ કાનુડો
નટખટ એ નંદદુલારો,
જશોદાનો લાડલો કાનો.
દેવકીપુત્ર આ દેવદુલારો,
વસુદેવનો વહાલો કાનો.
વીજકડાકા ને તોફાન સાથે,
માથે મેઘલી આઠમ રાતે.
મથુરાની જેલમાં જન્મ્યો,
કંસને હણનારો કાનો.
માખણ ચોરી મટકા ફોડી,
ગોપીઓ પજવતો કાનો.
કદમ્બ કેરાં વૃક્ષની ડાળે,
મોરલી મીઠી વગાડતો કાનો.
કાળો કાળો કામણગારો,
રાસલીલા રમનારો કાનો.
મોરપીંછ મુગટવાળો,
ગાયોને ચરાવતો કાનો.
-મણિલાલ શ્રીમાળી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment