Saturday, 8 September 2007

Ghazal by Manahar Udhas - શાંત ઝરુખે

શાંત ઝરુખે વાત નીરખતી
રૂપ ની રાની જોઇ હતી,
મે એક શહેજાદી જોઇ હતી.

તેના હાથ ની મહેંદી હસતી તી,
તેની આંખ નું કાજલ હસતુ તુ,
એક નાનું સરખું ઉપવન જાણે,
મોસમ જોઇ નીરખતુ તુ.

તેના સ્મિત માં સો સો ગીત હતા,
તેની ચુપ્કી થી સંગીત હતું,
તેને પડછાયા ની લગન હતી,
તેને પગરવ સાથે પ્રિત હતી.

તેણે યાદ ના આસોપાલવ થી,
એક સ્વપ્ન મહેલ શણગાર્યો તો,
જરા નજર ને નીચી રાખી ને
તેણે સમય ને રોકી રાખ્યો તો..

તે મોજા જેમ ઊછળતીતી,
ને પવનની જેમ લહેરાતીતી,
કોઈ હસીને સામે આવે તો,
બહુ પ્યાર ભર્યું શરમાતીતી.

તેને યૌવનના આશિષ હતા,
તેને સર્વ બલાઓ દૂર હતી,
તેના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતુર હતી.

વર્ષો બાદ ફરીથી આજે આજ
ઝરુખો જોયો છે...
જ્યાં ગીત નથી, સંગીત નથી,
જ્યાં પગરવ સાથે પ્રીત નથી,
જ્યાં સ્વપ્નોનામહેલ નથી ને,
ઉર્મિઓ ના ખેલ નથી.

બહુ સુનુ સુનુ લાગે છે
બહુ વસમુ વસમુ લાગે છે.
એ નહોતી મારી પ્રેમિકા
કે નહોતી મારી દુલ્હન,
મેંતો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઈ હતી,
કોણ હતી એ નામ હતું શું,
એ પણ હું ક્યાં જાણું છું......

તેમ છતાં આ દિલ ને આજે
વસમુ વસમુ લાગે છે,
બહુ સુનુ સુનુ લાગે છે.

-મનહર ઉધાસ
-શાંત ઝરુખે (ઝરૂખે)

Saturday, 1 September 2007

નટખટ કાનુડો

નટખટ કાનુડો

નટખટ એ નંદદુલારો,
જશોદાનો લાડલો કાનો.
દેવકીપુત્ર આ દેવદુલારો,
વસુદેવનો વહાલો કાનો.
વીજકડાકા ને તોફાન સાથે,
માથે મેઘલી આઠમ રાતે.
મથુરાની જેલમાં જન્મ્યો,
કંસને હણનારો કાનો.
માખણ ચોરી મટકા ફોડી,
ગોપીઓ પજવતો કાનો.
કદમ્બ કેરાં વૃક્ષની ડાળે,
મોરલી મીઠી વગાડતો કાનો.
કાળો કાળો કામણગારો,
રાસલીલા રમનારો કાનો.
મોરપીંછ મુગટવાળો,
ગાયોને ચરાવતો કાનો.

-મણિલાલ શ્રીમાળી