જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે ... 1
કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ ... 2
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હારીઓ ... 3
રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો ... 4
મારી માતાએ બેઉ જનમ્યાં તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો ... 5
લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ ... 6
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ ...7
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો ... 8
બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો ... 9
નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે ... 10
બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને ... 11
થાળ ભરીને નાગણ સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો ... 12
- નરસિંહ મહેતા
Thursday, 19 June 2008
Monday, 19 May 2008
TN State board books are online in PDF
Dear All…..
Pls pass on this information to your friends / neighbors... whose children are studying in the Stateboards.
I think sometimes we are indirectly helping to someone like this.
Now the TN State board books are online in PDF and downloadable.
From Std 1 to Std 12. All subjects...
http://www.textbooksonline.tn.nic.in/
--
Pls pass on this information to your friends / neighbors... whose children are studying in the Stateboards.
I think sometimes we are indirectly helping to someone like this.
Now the TN State board books are online in PDF and downloadable.
From Std 1 to Std 12. All subjects...
http://www.textbooksonline.tn.nic.in/
--
Subscribe to:
Posts (Atom)